ગર્લ્સ હોસ્ટેલ અંગેના નિયમો અને માહિતી પત્રક

યુનિવર્સિટીમાં અનુસ્નાતક ભવનોમાં અભ્યાસ કરતીઅને ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતી વિદ્યાર્થીનીઓ માટે નીચે પ્રમાણે નિયમો તથા સૂચનાઓ આપવામાં આવે છે.

અ.સત્ર દીઠ
બ.વીજળી ખર્ચ ફી સત્ર દીઠ
ગર્લ્સ હોસ્ટેલ ફી
રૂ. ૧૦૦૦/-(એક હજાર) રૂ.૫૦૦/-
ક.ગર્લ્સ હોસ્ટેલ માટે (હોસ્ટેલ ડીપોઝીટ)(પ્રથમ એકજ વખત)
રૂ. ૨૦૦૦/-(બે હજાર)અનામત રકમ

  1. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીનીઓએ નિયત પ્રવેશપત્રમાં અરજી કરવાની રહેશે.
  2. પ્રવેશ માટે નિયત તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.
  3. યુનિવર્સિટી અનુસ્નાતક ભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ પાત્ર રહેશે.ગર્લ્સ હોસ્ટેલમાં પૂર્ણ સમયના નિયમિત અભ્યાસક્રમમાં જોડાયેલ વિદ્યાર્થીનીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
  4. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ અને અન્ય બાબતો અંગે કુલપતિશ્રીનો નિર્ણય છેવટનો અને બંધનકર્તા ગણાશે.વિદ્યાર્થીનીને પ્રવેશ આપ્યા પછી નક્કી કરેલ તારીખ સુધીમાં તેણીએ પોતાની ફી ન ભરેલ હોય તો તેનો પ્રવેશ રદ કરવામાં આવશે.
  5. ગર્લ્સ હોસ્ટેલના નિયમનું બરાબર પાલન કરનાર વિદ્યાર્થીનીને અનામતની રકમ ગર્લ્સ હોસ્ટેલ છોડતી વખતે પરત મળશે.પરંતુ તેને માટે વિદ્યાર્થીનીએ ગર્લ્સ હોસ્ટેલ છોડ્યા પછીના ૩ માસમાં અરજી કરવાની રહેશે.તેમ કરવામાં નહિ આવે તો અનામત રકમ જપ્ત કરવામાં આવશે.
  6. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીને જે રૂમ આપવામાં આવે તેણે સ્વીકારવો પડશે,તેમાં રેક્ટરશ્રીની લેખિત પરવાનગી વિના કોઇપણ જાતનો ફેરફાર વિદ્યાર્થીની કરી શકશે નહી.
  7. કોઈપણ વિદ્યાર્થીની ગર્લ્સ હોસ્ટેલમાં અતિથિને રેક્ટરશ્રીની મંજૂરી સિવાય રાખી શકાશે નહી. 8. ગર્લ્સ હોસ્ટેલમાં કોઈપણ વિદ્યાર્થીની વીજળીથી ચાલતું હીટર,ઈસ્ત્રી,રેડિયો કે એવા બીજા વીજાણું સાધનો વાપરી શકાશે નહિ.વિદ્યાર્થીની રૂમમાં આપેલી લાઈટ અને પંખા સિવાય કોઈપણ ઉપયોગ માટે વીજળી વાપરવાની મનાઈ છે.જો ઉપયોગ કરશે તો જે દંડ નક્કી થશે તે ભરપાઈ કરવાનો રહેશે.
  8. ગર્લ્સ હોસ્ટેલમાં દરેક વિદ્યાર્થીનું વર્તન સંતોષકારક અને સંસ્કારી હોવું જરૂરી છે.ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનીઓના અભ્યાસમાં વિક્ષેપ પહોંચે તેવું કોઈપણ વિદ્યાર્થીનીનું વર્તન ચલાવી લેવામાં આવશે નહી.
  9. રાત્રે ૮:૦૦ વાગ્યા પછી દરેક વિદ્યાર્થીની પોતાની રૂમમાં હાજર રહે તે જરૂરી છે.આ સમયે દરરોજ હાજરી લેવામાં આવશે.
  10. રેક્ટરશ્રીની પરવાનગી વગર કોઈપણ વિદ્યાર્થીની હોસ્ટેલની બહાર રહી શકશે નહિ.
  11. દરેક અભ્યાસક્રમને અંતે વિદ્યાર્થીનીએ રૂમ ખાલી કરવાની રહેશે અને રૂમ સાથે મળેલ ફર્નીચર વગેરેનો કબજો પાછો સોપવાનો રહેશે,તેમાં થયેલ નુકસાન માટે વિદ્યાર્થીની જવાબદાર લેખાશે અને તે નુકશાની માટે તેની પાસેથી યોગ્ય રકમ વસુલ કરવામાં આવશે.સત્રના અંતે રૂમની ચાવી રેક્ટરશ્રીને સોંપીને હોસ્ટેલ છોડવાની રહેશે.
  12. કોઈપણ વિદ્યાર્થીની સત્ર દરમિયાન કે સત્રને અંતે ગર્લ્સ હોસ્ટેલ છોડે ત્યારે રૂમનો કબજો સોંપ્યા સિવાય જઇ શક્સે નહિ.જો કોઈ વિદ્યાર્થીની આમ કરશે તો તેના રૂમનો કબજો લેવામાં આવશે અને તેની સર્વે જવાબદારી જે તે વિદ્યાર્થીનીના શિરે રહેશે.
  13. ગર્લ્સ હોસ્ટેલની દરેક વિદ્યાર્થીનીએ પોતાનું ઓળખકાર્ડ રાખવું જરૂરી છે.
  14. ગર્લ્સ હોસ્ટેલ તરફથી ભોજનાલયની જે વ્યવસ્થા થાય તેમાં ગર્લ્સ હોસ્ટેલની દરેક વિદ્યાર્થીનીઓએ જોડાવવાનું રહેશે.તથા કોઈપણ વિદ્યાર્થીની રૂમમાં રસોઈ બનાવી શકશે નહિ.
  15. ગર્લ્સ હોસ્ટેલ તરફથી સાંસ્કૃતિક પ્રવૃતિઓ,સમૂહ શ્રમ,પર્યટનો,સેવા કાર્યક્રમો,ચર્ચા સભાઓ, રમતગમત, વ્યાયામ, વગેરે સેવા કર્યો હાથ ધરવામાં આવે તેમાં વિદ્યાર્થીનીઓએ સહકાર ભાવનાથી જોડાય તેવી અપેક્ષા છે.આ પ્રકારની પ્રવૃતિઓ માટે સહકાર ભાવનાથી છાત્રમંડળ ગૃહમાતાની દોરવણી નીચે કાર્ય કરશે.
  16. પોતાના રૂમની સફાઈ તથા પાણીની વ્યવસ્થા વિદ્યાર્થીનીઓએ જાતે કરવાની રહેશે.આવા કર્યો માટે સ્વાશ્રય ટેવ કેળવવાની હેતુથી નોકર રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.છાત્રાની માંદગી દરમિયાન યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.
  17. રૂમની અંદર ભોજન લઇ શકાશે નહિ.માંદગી સમયે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.
  18. નકામા કાગળો અને કચરો ખાસ રાખેલા કચરા ટોપલીમાં જ નાખવાનો છે.રૂમમાં જવા આવવાના માર્ગમાં કે બીજે ક્યાય હોસ્ટેલની અંદર થુંક્વાની કે ગંદકી કરવાની સખ્ત મનાઈ છે.
  19. કોઈપણ છાત્રા પોતાની પાસે ઘરેણા,જર-જવાહીર કે કિંમતી વસ્તુઓ રાખી શકશે નહિ કે પૈસા જ્યાંત્યા રાખવા નહી.ગર્લ્સ હોસ્ટેલમાંથી કોઈ વસ્તુ ચોરાય તો તેને માટે ગર્લ્સ હોસ્ટેલના સતાવાળા જવાબદાર રહેશે નહિ.આવું બંને ત્યારે વિદ્યાર્થીનીએ ગૃહમાતાને જાણ કરવી,જેથી આવશ્યક પગલા લઇ શકાય.
  20. સમગ્ર રીતે જ્ઞાનની સાધનાને અનુરૂપ શાંતિમય વાતાવરણ હોસ્ટેલમાં જળવાય તે જરૂરી છે.વિશેષત: રાતના ૯:૩૦ થી સવારના ૬:૦૦ વાગ્યા સુધીનો સમય શાંતિમય પાળવાનો રહેશે.જે દરમિયાન સંપૂર્ણ શાંતિ જાળવવાની રહેશે.
  21. ગૃહમાતાની રજા સિવાય કોઈપણ છાત્રા ગર્લ્સ હોસ્ટેલમાંથી ગેરહાજર રહી શકશે નહિ.રજા લેવી હોય તો રજા રીપોર્ટ આપવો જરૂરી છે.
  22. છાત્રા ને મળવા માટે બહારના માણસોને મુલાકાત ખંડમાં માત્ર નિયત સમયે જ મળવાની પરવાનગી આપવામાં આવશે. મુલાકાતીઓએ વિઝીટબુકમાં નોંધ કરવાની રહેશે.રવિવાર સવારે ૯ થી ૧૧,સાંજે ૩ થી ૬કલાક નો સમય નિર્ધારિત કરેલ છે.
  23. ગૃહમાતાની પરવાનગી વગર છાત્રા કોઈ કાર્યક્રમ કે સભા ગર્લ્સ હોસ્ટેલમાં યોજી શકશે નહી. 25. ઉપરના સર્વે નિયમો બરાબર પળાય તે જોવાની જવાબદારી પ્રીફેકટની રહેશે.અને તેઓ ગૃહમાતાની વખતો વખતની સુચના અનુસાર કામ કરશે.
  24. ગર્લ્સ હોસ્ટેલમાં રહેલ છાત્રા મહિલા હોસ્ટેલ માટે કોઈપણ સંગઠન(યુનિયન) પ્રવૃતિ કરી શકશે નહિ 27. ઉપરોક્ત નિયમો અને ભવિષ્યમાં થનાર બધાજ નિયમો વિદ્યાર્થીની પર બંધનકર્તા છે.
  25. ગર્લ્સ હોસ્ટેલમાંથી ગાદલું, ઓશિકું, ટેબલ, ખુરશી, વગેરે વસ્તુઓ આપવામાં આવશે. 29. ગૃહમાતાની મંજૂરી વગર વિદ્યાર્થીની કોઈપણ વ્યક્તિને રૂમમાં લાવી શકશે નહિ.
  26. ગેરશિસ્ત આચરવા બદલ અથવા અન્ય કોઈ નિયમનું વિરુદ્ધનું વર્તન કરનારને હોસ્ટેલમાંથી તરત દુર કરવાનો અધિકાર રેક્ટરશ્રીને રહેશે.
  27. વેકેશન પડ્યેથી તરત જ હોસ્ટેલ છોડી દેવાની રહેશે. વેકેસન દરમિયાન હોસ્ટેલમાં રહી શકાશે નહી.